તા.૨૭/૦૯/૨૦૨૨ ના રોજ રાત્રી ના સમયે મોરબી લાતીપ્લોટ શેરીનં.ર શીવમંડપ સર્વીસ માથી મંડપ સર્વીસની અલગ અલગ વસ્તુઓની ચોરી થઈ હતી. જે અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ પોલીસે સઘન તપાસ કરી મંડપ સર્વોસમાથી ઘરફોડ ચોરી કરેલ કિ.રૂ.૧,૬૮,૭૫૦/- નો મુદ્દામાલ તથા ચોરીમાં ઉપયોગ કરેલ વાહન સાથે પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૨૭/૦૯/૨૦૨૨ ના રોજ રાત્રી ના સમયે મોરબી લાતીપ્લોટ શેરીનં.ર શીવમંડપ સર્વીસ માથી મંડપ સર્વીસની અલગ અલગ વસ્તુઓની ચોરી થયેલ હતી. જેને લઇ પોલિસ તપાસ ચાલુ હતી.જે દરમીયાન મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.ના સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા તથા હિતેષભાઇ ચાવડા તથા સિધ્ધરાજભાઇ લોખીલને સંયુકત ખાનગી રાહે બાતમી મળી હતી તેમજ નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી ચારેય આરોપીઓ હિતેશભાઇ દીલીપભાઇ પાટડીયા, આકાશભાઇ મનોજભાઇ હામેણીયા, અજયભાઇ સવજીભાઇ કુંઢીયા અને આશીફભાઇ હમીદભાઇ શેખને લીલાપર રોડ સરકારી આવાસ યોજના સામેથી પકડી પાડયા હતા. અને તે તમામની પૂછપરછ કરતાં તેઓએ જ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. અને ચોરીનો માલ હાજીભાઇ મુસાભાઇ ખુરેશીને આપેલ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે આરોપીને દબોચી આરોપીના સર્કીટ હાઉસ સામે આવેલ ભંગારના ડેલામાથી ચોરાયેલ મુદામાલ રીકવર કરવામા આવ્યું છે. તેમજ એક સગીરવયના કિશોરની સંડોવણી ખુલતા તેને જુવેનાઇલ કોર્ટમા રજુ કરવામા આવ્યો હતો. અને તમામ વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.