Tuesday, May 7, 2024
HomeGujaratરાજકોટ મોરબી હાઇવે રોડ પર મિતાણા ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત :...

રાજકોટ મોરબી હાઇવે રોડ પર મિતાણા ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત : બેનાં મોત, બે ગંભીર રીતે ઘવાયા

રાજ્યમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો તેવામાં રોજબરોજ અનેક નાના મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે. ક્યારેક મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે તો ક્યારેક વધુ પડતી સ્પીડ અને ઓવરટેક કરવાના પ્રયાસમાં અકસ્માતો સર્જાતા હોય છે. જેમાં અનેક માસુમ લોકોની જિંદગી હોમાઈ રહી છે. આવો જ એક દર્દનાક અકસ્માત રાજકોટ મોરબી હાઇવે રોડ પર મિતાણા ગામ પાસે સર્જાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે સવારના સાડા પાચથી છ વાગ્યના અરસામા રોહીતભાઇ અદગામા, જયભાઇ ગોપાલભાઇ અગેચાણીયા અને રૂપેશભાઇ મનુભાઇ ધોળકીયા જયભાઇ જીતેન્દ્રભાઇ ચાવડાની સાથે તેમની GJ-03-ER-4200 નંબરની મારૂતી સ્વીફટ કારમાં રાજકોટ મોરબી હાઇવે રોડ પર પુરપાટ ઝડપે જઈ રહ્યા હતા. તે દરમિયાન ટંકારાના મિતાણા ગામ પાસે જયભાઇ જીતેન્દ્રભાઇ ચાવડાએ ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર રોડની સાઇટ આવેલ ઝાડ સાથે અથડાઈ હતી. જેને કારણે કાર ચાલક જયભાઇ જીતેન્દ્રભાઇ ચાવડાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે રોહીતભાઇ અદગામાના માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમજ જયભાઇ ગોપાલભાઇ અગેચાણીયા અને રૂપેશભાઇ મનુભાઇ ધોળકીયાને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જે સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!