આજરોજ મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાઓ તેમજ વિસ્તારોમાં અપ મૃત્યુના પાંચ બનાવો સામે આવ્યા છે.
જેમાં પ્રથમ બનાવમાં મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવતા હરીપર ગામ પાસે માળિયા હાઇવે પર હરીપર ગામ જવાનો રસ્તા પર બોલાય ઉપર હીરો હોન્ડા સીડી ડોન રજીસ્ટ્રેશન નંબર gj-3-ap-3154 વાળા બાઈકનો સવાર બુંદલાભાઈ ઉર્ફે રાજનભાઈ વેરસીંગભાઇ પલાસિયા ઉંમર વર્ષ 22 બેફિકરાયથી લોકોની જીંદગી જોખમાઈ તે રીતે નીકળ્યો હોય ત્યારે તેમનો બાઈક વળાંક પાશે વોકડામાં ઉતરી જતા તેમનું મોત નીપજ્યું છે.
બીજી તરફ મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવતા મકનસર ગામની સીમમાં આવેલ વીરજીભાઈ ની વાડીમા, રાજુ બેન ભુપતભાઈ ગમારા ઉંમર વર્ષ ૩૩, રહે રફાળીયા વાળા વિરજીભાઈ ની વાડીમાં કામ કરતા હોય તે દરમિયાન અચાનક ઇલેક્ટ્રીક શોક લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે મોરબી પોલીસ દ્વારા મૃત્યુનોંધ કરવામાં આવી છે.
અપમૃત્યુના ત્રીજા બનાવમાં ૪૪ વર્ષીય યુવાને કોઈ કારણોસર જોધપુર નદી ગામની સીમમાં આવેલ મંડળીના ટાંકા ની બાજુમાં મચ્છુ બે ડેમના પાણીમાં ડૂબી જતાં પોતાનું જીવન ટૂંકાવ્યું. ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ મોરબીના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલ જોધપુર નદી ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમમાં, મોરબીના જયેશભાઈ છગનભાઈ રાણપરા ઉંમર વર્ષ 44 રહે ભ lવાની ચોક મોરબી, વાળાને બીપી ની તકલીફ હોય અને બંને પગના ગોળામાં પણ તકલીફ હોય જેના કારણે ધંધો ચાલતો ન હોય તેનાથી કંટાળી જાય મચ્છુ બે ડેમમાં ઝંપલાવી પોતાનું જીવન હતું.
જયારે ચોથા બનાવમાં વાંકાનેર સિટી પોલીસ મથક વિસ્તારમાં આવેલ હશનપર વિસ્તારમાં રહેતા કિશનભાઇ માલાભાઈ બાંભવા ઉંમર વર્ષ 18 વાળા કોઈ કારણસર પોતાના ઘરની અગાસી ઉપર નિણ (શુકુ ઘાંસ) લેવા ગયા હોય ત્યારે થાંભલાના ઇલેક્ટ્રીક વાયરને અડી જતા શોર્ટ લાગતા તેમનું મોત નિપજ્યું હતું જે અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં મૃત્યુ નોંધ કરવામાં આવી છે.
જ્યારે પાંચમા બનાવમાં વાંકાનેર તાલુકાના દિઘડીયા ગામે રહેતા હમીરભાઇ દેવશીભાઇ પરમાર ( ઉ. વ.૬૫) વાડી એ કામ કરતા હતા તે દરમિયાન ઈલેક્ટ્રીક શોક લાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જેથી મૃતદેહને સરકારી હોસ્પિટલે ખસેડી પી.એમ.સહિતની કામગીરી હાથ ધરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.