ટંકારાના છતર ગામ નજીક પરિવારજનો સાથે અમુક ઈશમો ઝઘડો કરતા હોય ત્યારે તેઓને છોડાવવા જતા ૧૮ વર્ષીય યુવક વચ્ચે પડતા આ કામના આરોપીઓએ તેમને માર મારી ઇજાઓ પહોંચાડી હતી ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે ભરતી માહિતી મુજબ છતર ગામે આવેલ દેવીપુજક વાસ માં રહેતા ૧૮ વર્ષીય એગરાજભાઈ ભાઈલાલભાઈ પરમાર દ્વારા ટંકારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેમના કાકાના દીકરા સોહન તથા ભાઈ યુવરાજ તથા કાકા પ્રવીણ દેવજીભાઈ પરમાર સાથે આરોપી રાજુભાઈ વસ્તાભાઈ પરમાર, અર્જન રાજુભાઈ પરમાર,ક્રિષ્ના રાજુભાઈ પરમાર રહે બધા છતર ગામ વાળા ઝઘડો કરતા હોય ત્યારે ફરિયાદી એગરાજભાઈ તમને છોડાવવા જતા આરોપીઓ દ્વારા ફરિયાદીને ગાળો આપી ઢીકાપાટૂનો માર મારી મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે ત્યારે ટંકારા પોલીસે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.