મોરબીના સામાજિક આગેવાન નિર્મિત કક્કડ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જ્યારે તેઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકામાં થોડા મહિના પૂર્વે આવેલ ચીફ ઓફિસરની હળવદ બદલી કરવામાં આવી છે અને મોરબી નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ખાલી પડી છે ત્યારે ગુજરાતની એ ગ્રેડની મોરબી નગરપાલિકામાં ચીફ ઓફિસરની તાત્કાલિક નિમણુક કરવા માંગ કરવામાં આવી છે
મોરબી માં નગરપાલિકા ચીફ ઓફિસરની પોસ્ટ પર કોઈ હાઈકેડરના ચીફ ઓફિસરની નિમણૂક કરવા માટે મોરબીના સામાજિક કાર્યકર નિર્મિત કક્કડ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની તાજેતરમાં હળવદ બદલી કરવામાં આવી છે અને મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર વિહોણી બની છે મોરબી જીલ્લો બન્યાને નવ વર્ષ વીત્યા છતાં હજુ મોરબીમાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે મોરબીમાં પ્રાથમિક પ્રશ્નો ઉપરાંત શહેરમાં ફરવાલાયક એકપણ સ્થળ નથી મોરબી નગરપાલિકાની તમામ ૫૨ બેઠકો પર ભાજપનો વિજય થયો હોવા છતાં પ્રજાની અપેક્ષા પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખરા ઉતરી શક્યા નથી.જે સમસ્યાના નિવારણ માટે નગરપાલિકામાં ઉચ્ચ લાયકાત અને અનુભવ ધરાવતા ચીફ ઓફિસરની આવશ્યકતા છે જેથી મોરબીની પ્રજાની સુખાકારી માટે હાઈકેડરના ચીફ ઓફિસરની તાત્કાલિક ધોરણે નિમણુક કરાય તે માટે યોગ્ય આદેશ આપવા માંગ કરી છે.