વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પેટ્રોલ પંપમાં ૧૧ વર્ષ પહેલા થયેલ લૂંટના બનાવમાં નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો છે.
સી.આઇ.ડી. ક્રાઇમનાં પોલીસ મહાનિર્દેશક અને રેલ્વેઝ ગુજરાત તરફથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સમગ્ર રાજયમાં સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લાના ગુન્હાઓમાં સંડોવાયેલ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના આપેલ હોવાથી એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ક્રિષ્ના પેટ્રોલપંપ પર થયેલ ધાડા/લુંટના ગુન્હાનો નાસતો ફરતો આરોપી બાકુ ઉર્ફે મગન ઝાપડા ડાંગી ગાંધીનગર ખાતે છે. જે હકીકતના આધારે પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ દ્વારા ટીમ બનાવી ગાંધીનગર ખાતે તપાસ કરતા આરોપી બાકુ ઉર્ફે મગન ઝાપડા ડાંગી ગાંધીનગરનાં પાલજ ગામની પાસે આવેલ નાયપર ફાર્મા નવી બનતી કંપની ખાતેથી ગઈકાલે મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે વાકાંનેર તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે…