રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા અંગેના શપથ લેવામાં આવ્યા
રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે ગુરુવારના રોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી.પટેલની આગેવાની હેઠળ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે પ્રતિજ્ઞા લઇને સૌ કર્મચારીઓ પ્રતિબદ્ધ થયા હતા. કલેક્ટર કચેરીના સભા ખંડમાં આયોજિત કાર્યક્રમમાં નાયબ મામલતદારશ્રી નીખીલભાઇ જોષીએ સિમિત સંખ્યામાં ઉપસ્થિત રાખવામાં આવેલ અધિકારી-કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા, દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા, દેશ માટે પોતાનું યોગદાન આપવાની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે પ્રતિજ્ઞા સમારોહમાં મોરબી જિલ્લા કલેકટરશ્રી જે.બી.પટેલ ઉપરાંત, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એસ.પી. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.એમ. કાથડ સહિત જિલ્લા કલેકટર કચેરીના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.