Monday, October 7, 2024
HomeGujaratરાજકોટ મધ્યસ્થ જેલમાંથી આજીવન કેદની સજા પામેલ ફરાર આરોપી ઝડપાયો.

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી આજીવન કેદની સજા પામેલ ફરાર આરોપી ઝડપાયો.

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગરનાઓ તરફથી તા.૨૭/૧૦/૨૦૨૦ થી તા.૦૪/૧૧૨૦૨૦ સુધી સમગ્ર રાજયમાં પેરોલ ફર્લો, વયગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરાર આરોપીઓને આગામી વિધાનસભા પેટા ચુંટણી અનુસંધાને પકડી પાડવા અંગેની ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક મોરબી એસ.આર.ઓડેદરાની નાઓની સુચના તેમજ પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ આજરોજ પેરોલ ફર્લો સ્કવોડના પો.કોન્સ. સહદેવસિંહ નિરૂભા જાડેજાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે રાજકોટ મધ્યસ્થ જેલમાં પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ આજીવન કેદની સજા પામેલ પાકા કામનો કેદી સંજયસિંહ નટુભા ઝાલા ઉ.વ. ૪૩ રહે. હાલ મોરબી બાયપાસ રોડ ધ્રુવ હોસ્પીટલ પાછળ પચીસવારીયા પ્લોટ જોગણી માતાજીના મંદીર પાસે તથા મોરબી રામેશ્વર સોસાયટી શકિત કૃપા મુળ ગામ કોઠારીયા તાવાંકાનેર જી.મોરબી વાળાને નીચેની વિગતે પકડી પાડેલ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના મોરબી સીટી પોલીસ ફસ્ટ ગુ.ર.નં. ૨૧/૨૦૦૪ આઇ.પી.સી.કલમ ૩૦૨,૪૯૮(ક), ૩૨૪,૩૦૯ વિ. ના કામે મજકુર કેદીની તા.૧૦/૦૪૨૦૨૦ થી તા.૧૦/૦૭/૨૦૨૦ સુધીના દિન-૯૦ મુજબના ગુનાના કામે આરોપી સંજયસિંહ નટુભા ઝાલાને નામદાર કોર્ટે તા.૨૮/૦૨/૨૦૦૫ ના રોજ આજીવન કેદની સજા ફરમાવતા મજકુર આરોપીને રાજકોટ મધ્ય જેલ ખાતે સજા ભોગવવા માટે મોકલી આપેલ. દરમ્યાન આ પાકા કામના કેદીને પેરોલ રજા ઉપર થી તા.૧૦/૦૪/૨૦૨૦ ના રોજ મુકત કરેલ અને કેદીને પેરોલ રજા ઉપરથી તા.૧૦/૦૭/૨૦૨૦ ના રોજ જેલમાં હાજર થવાનું હતું પરંતુ કેદી હાજર નહી થતા ફરાર થઇ ગયેલ. આ કેદી હાલે પોતાના ઘરે હોવાની ઉપરોક્ત પોલીસ કર્મચારીને ખાનગી રાહે હકિકત મળતા વી.બી.જાડેજા પો.ઇન્સ. એલ.સી.બી.નાઓએ પેરોલ ફર્લો ટીમને તાત્કાલિક મોકલી મજકુર કેદી સંજયસિંહ નટુભા ઝાલા ઉ.વ. ૪૩ રહે. હાલ મોરબી બાયપાસ રોડ ધુવ હોસ્પીટલ પાછળ પચીસવારીયા પ્લોટ જોગણી માતાજીના મંદીર પાસે વાળાને પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવા તજવીજ કરેલ છે.

કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓઃ

વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા એ.એસ.આઇ. હિરાભાઇ એમ. ચાવડા, પો.હેડકોન્સ. ચેન્દ્રર્કીતભાઇ વામજા, જયવંતસિંહ ગોહીલ, રસીકભાઇ ચાવડા તથા પોલીસ કોન્સ. સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા AHTU મોરબીના પો.હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!