મોરબીમાં કોંગ્રેસની બાપા સીતારામ ખાતે સભા યોજાઈ હતી જેમાં જીલ્લા પ્રભારી પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ભાજપ તેમજ બ્રીજેશ મેરજાને પક્ષ પલતું ગણાવી આક્ષેપો કર્યા હતા
મોરબીમાં આજે કોંગ્રેસ દ્વારા બાપા સીતારામ ખાતે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી વિધાનસભા ના ઉમેદવાર જયંતિ પટેલ,ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ સાત્તવ સાહિના કોંગ્રેસ આગેવાનો અને ધારાસભ્ય હાજર રહયાં હતા જેમાં લોકોની ભીડ ઉમટી પડી હતી જરમાં અમિત ચાવડાએ પ્રથમ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને મોરબીના વિકાસ પર પ્રશ્નો ઉભા કર્યા હતા અને ભાજપ સત્તાના જોરે ઉદ્યોગકારો ને દબાવે અને ધમકીઓ આપે છે અને રેડ પડાવતા હોવાના આક્ષેપપ કર્યા હતા એ સાથે જ આ બ્રિજેશ મેરજાને પક્ષ પલટુ ગણાવી પોતાના ભાઈને આઈએએસ બનાવવા તેમજ રૂપિયા માટે ભાજપમાં જોડાયા હોવાના આક્ષેપો કરી જ્યંતી પટેલને જંગી મતથી જીતાડવા અપીલ કરી હતી.
કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ સાત્તવ દ્વારા પણ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને મોરબી માટે કોંગ્રેસે આપેલા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ભાજપમાં જોડાઈને પાપ કર્યું હોવાનું જણાવી લોકોની માફી માંગી હતી સાથે જ બ્રિજેશ મેરજાને પાંચ વર્ષ માટે ધારાસભ્ય બનાવ્યાં હતા તો શા માટે રાજીનામું આપ્યું ? અને રાજીનામું આપ્યું તો હવે પાછું કેમ ધારાસભ્ય થવું છે ? બ્રિજેશ મેરજા રાજીનામું આપી પેટા ચૂંટણી કરાવી અને મોરબીના લોકો પર આર્થિક ભાર મૂકી કઈ રીતે સેવા કરશે તેવા પ્રશ્નો કર્યા હતાં સાથે જ મોરબીમાં ઉદ્યોગકારો ને દબાવી અને મત માંગવામાં આવે છે જો મત ન આપવામાં આવે તો તેના ઉદ્યોગ પર રેડ પડાવવામાં આવે છે શું આ પક્ષ સાથે બ્રિજેશ મેરજા લોકોનો વિકાસ કરશે ? ત્યારે મોરબીને 17 વર્ષ જુના કોંગ્રેસ આગેવાન મળ્યા છે અને તેને ધારાસભ્યના ઉમેદવાર તરીકે કોંગ્રેસ દ્વારા મુકવામાં આવ્યા છે જે પોતાનો પગાર પણ લોકો વચ્ચે વાપરી નાખવા માંગે છે ત્યારે ફક્ત બે વર્ષ માટે જ્યંતી પટેલને ધારાસભ્ય તરીકે મોરબીની પ્રજા આગામી તા.3 નવેમ્બર ના રોજ જંગી મતદાન કોંગ્રેસ તરફી કરી અને જીત અપાવે તેવી અપીલ કરી હતી.