મોરબીમાં પોલીસ દ્વારા દારૂ અંગે અલગ અલગ બે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે જેમાં વીદેશી દારૃ સાથે બે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે.
જેમાં દારૂ અંગેના પ્રથમ દરોડામાં બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા રણછોડનગર ના નાકે આ આરોપી પ્રેમજીભાઈ ઉર્ફે પેમો તેજાભાઇ દેગામા (ઉ.વ.૩૩) વાળા ની ભોગવટા વાળી બજાજ મેક્ષિમા ઓટો રિક્ષા રજી. નંબર GJ-36-U-8365 વાળી રીક્ષા કી.રૂ.૮૦,૦૦૦/- વાળી માંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂની ગ્રીન લેબલ ધ રિચ બ્લેન્ડ વ્હિસ્કી નંગ -૧ કિંમત રૂપિયા ૩૪૦/- તેમજ સિગ્નેચર રેર વ્હિસ્કી બોટલ નંગ -૧ કિંમત રૂપિયા ૮૨૦/- તથા બ્લુ અલ્ટ્રા પ્રીમિયમ વ્હિસ્કી નંગ -૧ કિંમત રૂપિયા ૮૫૦/- ઉપરાંત બેલેનટીયર ફાયનેસ્ટ બ્લેન્ડેડ વ્હિસ્કી નંગ -૧ કી.રૂ. ૧૬૮૦/- તથા બ્લેન્ડર પ્રાઈડ નંગ -૧ કી.રૂ.૮૫૦ મડી કુલ કિંમત રૂપિયા ૮૪,૫૪૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
ત્યારે બીજા દરોડામાં મોરબી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પોલીસ લાઇન પાસે છાત્રાલય વાળી ગલીમાં આ કામના આરોપી અકરમભાઈ મહેબુબભાઈ શાહમદાર (ઉ.વ. ૨૦ વાળો રહે મકરાણીવાસ) પાસે ગેરકાયદેસર રીતે પોતાના કબ્જા માં પાસ પરમીટ વગર મેકડોવલ્સ વ્હિસ્કી નંગ -૧ કી.રૂ.૩૦૦/- વાળી મડી આવતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.