Wednesday, September 18, 2024
HomeGujaratમાળીયા(મી)ખાતે તાલુકા પંચાયતની કચેરીના બાંધકામનું ખાત મુરહુત કરાયું:કોંગી આગેવાનોની અટકાયત

માળીયા(મી)ખાતે તાલુકા પંચાયતની કચેરીના બાંધકામનું ખાત મુરહુત કરાયું:કોંગી આગેવાનોની અટકાયત

માળીયા(મી) માં મંજુર થયેલ તાલુકા પંચાયતના ના બિલ્ડીંગ ના બાંધકામ નું રાજયમંત્રી બ્રીજેસભાઈ મેરજાના હસ્તે ખાત મુરહુત નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા તકતી નુ અનાવરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જેમાં મંત્રી મેરજાએ જણાવ્યું હતું કે માળીયા તાલુકાને કોઈ પણ તકલીફ પડવા દીધી નથી રોડ રસ્તા કે સિંચાઈ મામલે બને એટલું ઝડપથી નિરાકરણ લાવવામાં આવ્યું છે તેમજ દરેક લોકો મારા માટે સર આંખો પર છે અને વધુમાં તેમને જણાવ્યું હતું કે મેં કોઈને તુકારો દીધો નથી અને ગાળ બોલવાના તો સંસ્કાર જ નથી તેમજ ગાંધીનગર ખાતે મોરબી માળિયાના પ્રશ્નોને સભળીને હંમેશા પ્રાથમિકતા આપી છે તેમજ આ તકે રાજ્ય મંત્રી મેરજા ,રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે નોંધનિય છે કે આ કાર્યક્રમ માં લીલો દુષ્કાળ જાહેર કરવા ની માંગ સાથે કૉંગ્રેસી આગેવાનો આવેદન પત્ર પાઠવવાના હતા અને આવેદન પત્ર પાઠવવે તે પેહલા જ કોંગ્રેસ ના નેતાઓને ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!