નવયુગ મહિલા સાયન્સ કોલેજ દ્વારા ગઈકાલે દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો હોવાથી રંગોલી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિધ્યાર્થીનીઓએ ભાગ લઇ સુંદર રંગોળીઓ બનાવી હતી.
નવયુગ મહિલા સાયન્સ કોલેજ દ્વારા જણાવ્યા અનુસાર, ગઈકાલે નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં જ રંગોલી સ્પર્ધામાંનું આયોજન કરાયું હતું. અને સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી. ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ત્યારે આ સ્પર્ધામાંમાં ૪૦ જેટલી ટીમોએ વિવિધ વિષયો જેવા કે, સ્વર્ણિમ ગુજરાત, નેશનલ ગેમ્સ, સેવ ધી અર્થ વિષય પર રંગબેરંગી, અર્થસભર અને નયનરમ્ય રંગોળીઓ બનાવી હતી. ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનાર ટિમોએ બનાવેલ રંગોળીમાંથી સૌથી સુંદર રંગોળી બનાવનાર ટિમોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે સવસાણી કૃષી, કુરીયા શિવાની તેમજ દ્વિતીય ક્રમે મેરજા મિત્તલ, પરમાર દિયા જયારે તૃતિય ક્રમે મોરડીયા સુજાના, કોટક વૃશાલી વિજેતા થયા હતા. વિજેતા ટીમને ઇનામ અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરાયા હતા.