મોરબીમાં ચોરી-લૂંટ જેવી ઘટનાઓ હવે અટકવાનું નામ નથી લઇ રહી. તેવામાં ગઈકાલે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ધોળા દિવસે બે ભેજાબાજો મહિલાના ગળામાંથી ચેન સેરવી ફરાર થયા હતા.
મળતી માહિતી અનુસાર, હળવદનાં ભવાનીનગર ઢોરામાં રહેતી કાજલબેન વિષ્ણુભાઇ સરૈયા નામની ૨૫ વર્ષીય પરણિત યુવતી ગઈકાલે સાડા અગીયારેક વાગ્યાના અરસામાં આશાપુરા હોટલ તરફ જય રહી હતી. જે વેળાએ યુવતીએ રીક્ષા રોકી તેમાં બેસી જઈ બી.એસ.એન.એલ. એકસેચેન્જ થી આશાપુરા હોટલ તરફ જઈ રહી હતી. ત્યારે વેળાએ રીક્ષા ચાલક આરોપી અને તેની સાથે રહેલ અન્ય એક શખ્સે યુવતીની નજર ચુકવી તેણીએ ગાળામાં પહેરેલ રૂ. ૬૦,૦૦૦/-નો બે તોલા સોનાનો પાટિપારો સેરવી લઈ ફરાર થયા હતા. જે અંગે જાણ થતા જ યુવતીએ સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.