ટંકારાના જબલપુર ગામે ખેત શ્રમિક પરિવારની ૧૩ વર્ષીય દીકરીને માતાએ ન્હાવા માટે પાણી ભરી આપવાની ના પાડી ઠપકો આપ્યાનું મનમાં લાગી આવતાં કિશોરીએ વાડીમાં આવેલ કૂવામાં ઝંપવતા તેણીનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં આવેલી માયુરભાઈ કાનજીભાઈ ફેફરની વાડીમાં રહેતા મૂળ વ્યાસડા નાયક ફળિયું તા.કલોલ જી.પંચમહાલના વતની અર્જુનભાઇ મનસુખભાઇ નાયકની ૧૩ વર્ષીય પાર્વતીબેન અર્જુનભાઈ નાયકે વાડીમાં આવેલ પાણી ભરેલા કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. ત્યારે ટંકારા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પર્વતીબેનની માતા રસોઈ બનાવતી હોય ત્યારે મૃતકે માતા પાસે ન્હાવા માટે પાણી માંગ્યું હતું, જેથી માતાએ પાણી ભરી આપવાની ના પાડી જાતે કામ કરી લેવા ઠપકો આપતાં કિશોરીને મનમાં લાગી આવતા આ પગલું ભર્યું હતું. હાલ મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






