દિવાળીના તહેવારો ચાલી રહ્યા હોવાથી તેમજ આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી શહેર અને જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ કડક શબ્દોમાં સૂચના આપતા મોરબી જિલ્લા પોલીસ તંત્ર કાર્યવાહી કરી રહ્યું હતું. જે દરમિયાન ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે બે પત્તાપ્રેમીઓને જુગાર રમતા પકડી પાડી જેલ હવાલે કર્યા છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે દિવાળીનો તહેવાર હોવાથી શહેરમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓમાને બાતમી મળી હતી કે, મોરબી વાવડી રૉડ સોમૈયા સોસાયટી ના નાકા પાસે જાહેરમા બે શખ્સો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી લક્ષ્મણભાઈ ગોકળભાઈ ટોટા અને રણછોડભાઈ દેવાભાઈ ખીટ નામના બે શખ્સો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા મળી આવતા તેમની કડા રૂ.૧૫,૨૫૦/-ના મુદામાલ સાથે અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.