હળવદના કડીયાણા ગામ નજીક રોજડાનું બચ્ચું કોઈ કારણોસર ત્યાંથી પસાર થતી કેનાલમાં ખાબકયું હતું અને બહાર નીકળી શકવાની પરીસ્થિતિ માં નહતું જે દરમિયાન કડીયાણા ગામના આગેવાન વિશાલભાઇ ત્રિવેદી તેમજ સરપંચ રમેશભાઈ પટેલ અને થોભણભાઈ ભરવાડ તેમજ મનસુખભાઇ કોળી સહિત આજુબાજુના વિસ્તારના ખેડૂતો એ ભેગા મળીને કેનાલમાં ડૂબી રહેલા રોજડા ના બચ્ચાં નું સફળ રેસ્ક્યુ કર્યું હતું અને જીવ બચાવ્યો હતો આ સાથે જ તહેવારો પર પ્રાણીઓ ની સેવા કરવાનું એક અનેરું પુણ્ય છે જે ઉપરોક્ત તમામ જીવ દયા પ્રેમીઓ એ મેળવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.