Friday, October 30, 2026
HomeGujaratમોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ અંતર્ગત સમયપત્રકમાં ફેરફાર: આગામી...

મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ અંતર્ગત સમયપત્રકમાં ફેરફાર: આગામી ૨૭ નવેમ્બરે પ્રસિદ્ધ થશે મુસદ્દા મતદાર યાદી

મતદારો ૨૭ નવેમ્બરથી ૨૬ ડિસેમ્બર દરમિયાન રજૂ કરી શકશે દાવા-વાંધા; ૧૮ જાન્યુઆરી, ૨૦૨૭ ના રોજ પ્રસિદ્ધ થશે આખરી મતદાર યાદી

- Advertisement -
- Advertisement -

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી અનુસાર, જે રાજ્યોમાં SIRની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેવા રાજ્યોમાં તા. ૦૧/૦૧/૨૦૨૭ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ જાહેર કરવામાં આવ્યો છે. આ વિશેષ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના તમામ પાત્રતા ધરાવતા યુવાનો અને પ્રથમ વખતના મતદારો સહિત એક પણ પાત્ર નાગરિક નોંધણીથી વંચિત ન રહે અને કોઈ બિનપાત્ર વ્યક્તિનું નામ ન જોડાય તે સુનિશ્ચિત કરવાનો છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા નવા સુધારેલા સમયપત્રક મુજબ મોરબી જિલ્લામાં સમાવિષ્ટ ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગમાં આગામી તા. ૨૭/૧૧/૨૦૨૬ ના રોજ મુસદ્દા મતદાર યાદીની સત્તાવાર પ્રસિદ્ધિ કરવામાં આવશે. પ્રસિદ્ધિ સાથે જ તા. ૨૭/૧૧/૨૦૨૬ થી તા. ૨૬/૧૨/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન નાગરિકો અને રાજકીય પક્ષો પોતાના દાવા અને વાંધા રજૂ કરી શકશે. પ્રાપ્ત થયેલા તમામ દાવા-વાંધાઓનો આખરી નિકાલ તા. ૧૧/૦૧/૨૦૨૭ સુધીમાં કરી દેવામાં આવશે અને ત્યારબાદ તા. ૧૮/૦૧/૨૦૨૭ ના રોજ આખરી મતદાર યાદી જાહેર કરાશે.

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૦, મતદાર નોંધણી નિયમો-૧૯૬૦ અને બંધારણની કલમ ૩૨૬ ની જોગવાઈઓને આધિન બિન-નોંધાયેલા પાત્ર નાગરિકો તેમજ તા. ૦૧/૦૧/૨૦૨૭ અને આગામી ત્રણ પાત્રતા તારીખો (૧લી એપ્રિલ, ૧લી જુલાઈ, ૧લી ઓક્ટોબર, ૨૦૨૭) ના રોજ પાત્ર બનનાર સંભવિત મતદારો મામલતદાર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી અથવા પોતાના બૂથ લેવલ ઓફિસર (BLO) નો સંપર્ક કરી અરજી તથા હક્ક દાવા રજૂ કરી શકશે. નાગરિકોને પોતાની યાદીની વિગતો BLO પાસે ચકાસી લેવા અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૦૧/૧૧/૨૦૨૬ ના રોજ HTAT (Special Competitive Examination) હોવાથી તે દિવસનું સ્પેશિયલ કેમ્પેઈન રદ્દ કરવામાં આવ્યું છે, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રશ્મિ જે. રાજાવાઢાની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!