મોરબી જીલ્લાના આઇમાતા હોટલની પાછળ એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર, અર્જુનરામ નિમ્બારામ પ્રજાપતી નામના વેપારીએ વઘાસીયા ટોલનાકાથી વાંકાનેર તરફ નેશનલ હાઇવે નજીક આઇમાતા હોટલની પાછળ રોડ સાઇડના બોર્ડની પાસે એક અજાણ્યા પુરુષની લાશ પડેલ હોવાનું 100 નંબર પર ફોન કરી જણાવતા નજીકનાં પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લાશને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મૃતકની ઓળખ શોધવા અને લાશ અહીં કોણ ફેંકી ગયું તે અંગે તપાસ શરુ કરી છે…