શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હળવદ અને મોરબીની ફાયર બ્રિગેડ ટીમ ભારે જેહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
હળવદ માળીયા હાઈવે પર આવેલ અણીયાળી ટોલનાકા નજીક લેમિનેટ પેપરમીલ માં લાગી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હળવદ નગરપાલિકા ની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી મોરબી થી ફાયર બ્રિગેડની ટીમ ધટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો, ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ હતી.
જાણવા મળતી માહિતી મુજબ રાત્રે ૮ વાગ્યા ની આજુબાજુ હળવદ નગરપાલિકા ફાયર ઓફિસર રોહિત મહેતા ને આગ લાગવાની જાણ તાત્કાલિક ટીમ મોકલવામાં આવી વધુ ફાયર ફાઈટર ની જરૂર પડતાં મોરબી થી ફાઈર બ્રિગેડ મંગાવવામાં આવી ,અંદાજિત રાત્રિના આઠ વાગ્યા આસપાસ આગનો બનાવ બન્યો હતો. હળવદ તેમજ મોરબીની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુમાં મેળવ્યો હતો.શોટૅ શરકીટૅ ના કારણે આગ લાગ્યાનું જાણકાર વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું.