મોરબી મચ્છુ બ્રિજ દુર્ઘટના માં ૧૩૨ કરતા વધુ લોકો મોતને ભેટ્યા છે અને ગઇકાલે તમામ મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ માં રાખવામાં આવ્યા હતા અને કાલે જે સરકારી હોસ્પિટલ માં ચાર બાજુ આક્રંદ હતો હૈયું કંપાવે તે a દ્રશ્યો હતા ત્યારે આજે એ જ સરકારી હોસ્પિટલમાં રંગ રોગાન થઇ રહ્યું છે નવા બેડ આવી રહ્યા છે પોપડા પડી ગયા હોય ત્યાં થીગડ કરવામાં આવી રહ્યા છે ગાદલા ઓછાલ સહિતની નવી વસ્તુઓ ની ખરીદી થઇ રહી છે આને આ બધુ માત્રને માત્ર વડાપ્રધાન મોદી ને સારું લગાડવા માટે એની સામે સારી છબી ઉભી કરવા માટે તંત્રની આ હરકત જોઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
એક બાજુ રાજ્ય સરકાર દ્વારા તારીખ ૨ નવેમ્બરના રોજ રાજ્ય વ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે દુર્ઘટના જ્યાં બની છે તે જ મોરબી અને મૃતદેહોના જ્યાં ઢગલા થયા તે જ હોસ્પિટલમાં આજે રંગરોગાન થઈ રહ્યું છે.