મોરબી પેટા ચૂંટણી જંગ પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહી હોય બંને પક્ષે પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી દીધું છે અને પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં પહોંચ્યું છે ત્યારે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ પટેલે ધારાસભ્ય તરીકેનો તમામ પગાર જનતાની સેવામાં વાપરશે તેવું વચન આપ્યું છે જેમાં મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ પટેલે મતદારોને જાહેર વચન આપતા જણાવ્યું છે કે જયંતીલાલ પટેલ તેને વચન આપે છે કે ધારાસભ્ય બન્યા બાદ તેઓ 22 મહિનાનો અંદાજીત ૨૪ લાખથી વધુનો પગાર મોરબી-માળિયાની જનતાની સેવામાં તેઓ વાપરશે ત્યારે
ઉલ્લેખનીય છે કે જયંતીભાઈ પટેલ સફળ ઉદ્યોગપતિ છે જેઓ આર્થિક રીતે સંપન્ન હોય ધારાસભ્ય તરીકેનો તમામ પગાર પ્રજાની સેવામાં વાપરવાનો નિર્ણય લઈને જાહેર જનતાને વચન આપ્યું છે