રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુકત અને ન્યાય વાતાવરણમાં યોજાય તેવા હેતુસર ગેર કાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ એન.ડી.પી.એસ., હથિયારધારા, જાલીનોટ, પકડવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોરબી મહેન્દ્રનગર ચોકડી પુજારા મોબાઇલ પાસેથી દેશી હાથ બનાવટની પીસ્તોલ તથા બે કાર્ટીસ સાથે એક આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
મળતી વિગતો અનુસાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ ડ્રાઇવ અંગે વધુને વધુ કામગીરી કરવા મોરબી જિલ્લા પોલીસને સુચના કરેલ હોય જેથી તેઓએ મોરબીનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે જે ચૌહાણને જરૂરી સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી. પી.એસ.આઈ એન.એચ.ચુડાસમા, એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કોડનાં સ્ટાફના માણસો સાથે કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પોલિસ હેડ કોન્સ્ટેબલ જયવંતસિંહ ગોહીલ, નંદલાલ વરમોરાને મળેલ ખાનગી હકિકત આધારે આરોપી જતીનભાઇ છગનભાઇને ગેરકાયદેસર દેશી હાથબનાવટની લોખંડની મેગ્ઝન વાળી પીસ્તોલ -૧ તથા જીવતા કાર્ટીસ- ૨ સાથે પકડી પાડી મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં સોપવા કાર્યવાહી હાથ ધરી છે.