મોરબી જિલ્લામાં આવારા તત્વોનો આતંક દિવસને દીવસે વધી રહ્યો છે. તેવામાં ગત ૦૫/૧૧/૨૦૨૨ નાં રોજ ૪ ઈસમોએ એક આધેડ પર હૂમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૪ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, ભરતભાઈ અમરશીભાઈ સનુરા નામના આધેડની દિકરી ઓરપેટમા કામે જાતી હોય અને કુબેર ટોકીઝ થી બસમા બેસતી હોય જેથી ફરિયાદીએ રાણાભાઈ મલાભાઈ ભરવાડ નામનાં શખ્સને ત્યા બેસવાની ના પાડતા એ આરોપીને સારૂ નહી લાગતા ફરીયાદી જયારે ત્રાજપર ચોકડીએ હોય ત્યારે ત્યા રાણાભાઈ મલાભાઈ ભરવાડ, ગોપાલભાઈ નાજાભાઈ ભરવાડ, મનાભાઈ રૂખડભાઈ ભરવાડ અને ગોપાલનો ડ્રાયવર મુસો એમ ચાર આરોપીઓએ આવી ધમકી ફરિયાદીને ગાળો આપી બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી લાકડી વતી ફરિયાદીને માર મારી ઈજા પહોંચાડી હતી. તેમજ રાણાભાઈએ ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ચારેય આરોપીઓ સ્થળ પરથી ફારાર થઈ ગયા હતા. ત્યારે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. તેમજ પોલીસે ઇપીકો કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ જી.પી.એકટ-૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે.