જૂનાગઢ અતુલ વ્યાસ : જૂનાગઢ ગિરનાર રોપ વે શરૂ થઈ ગયો છે અને પ્રવાસીઓ રોપ વેમા બેસી ગિરનાર પર્વત પર આવેલ મા અંબા ના દર્શન તેમજ બીજા અન્ય દેવી દેવતાઓના ના દર્શન કરી રહયા છે
ગિરનાર પર્વત અભ્યારણ્ય મા 40 જેટલા સિંહો વસવાટ કરેછે અને ભાગ્યે જ તેના દર્શન થાય છે ત્યારે હવે રોપ વે શરૂ થતા પ્રવાસીઓ ને ક્યારેક ગિરનાર મા વસવાટ કરતા સિહો ના પણ દર્શન નો લ્હાવો મળેછે.
આજે બપોર બાદ રોપ વે ગિરનાર થી પરત આવતા પ્રવાસીઓ ને સિંહ જોવા મળ્યા હતા અને પ્રવાસીઓ એ પોતાના મોબાઈલ મા આ સિંહો ના ફોટા પાડયા હતા અને રોપ વે સાથે સિંહ દર્શન માણ્યા હતા આમ રોપ વે હાલ સિંહ દર્શન નુ માધ્યમ પણ બન્યો છે જેને લઈ પ્રવાસીઓ મા અનેરો રોમાંચ જોવા મળી રહયો છે
ઉષા બ્રેકો કંપની દ્વારા ખૂબ સરસ પારદર્શક ટ્રોલી બનાવવામાં આવી છે અને તેની વીશેષતા એ છે કે લોઅર સ્ટેશન થી બંધ થયેલી ટ્રોલી અપર સ્ટેશને ખૂલેછે અને અપર સ્ટેશન થી આવતી ટ્રોલી લોઅર સ્ટેશન પર ખૂલેછે
એટલે પ્રવાસીઓ માત્ર ટ્રોલી મા થી ગિરનાર નુ સૌદર્ય નીહાળી શકે છે અને તેને લઈ વન સંપદા કે અહી વસવાટ કરતા સિહ જેવા પ્રાણીઓ ને નસીબ મા હોય તો માત્ર નીહાળી શકે છે