પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રોહી, જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પોલીસ બેડાને અવારનવાર સુચના આપવામાં આવતી હોય છે. જે અન્વયે મોરબી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી./જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા સુચના આપવામાં આવી હતી. જેને લઈ ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે ત્રણ આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યા છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે,ન અમુક લોકો મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ પર કાવેરી સિરમિક નજીક પરમેશ્રવર કાંટા પાસે જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી જુગાર રમતા જુસબભાઇ મામદભાઇ મોવર, જાકિરભાઇ હનીફભાઇ બોઘડીયા અને દિલાવરભાઇ કાસમભાઇ કટીયા નામના શખ્સો રૂ. ૧૭૨૦/-ના મુદ્દામાલ સાથે પકડાયા હતા.