અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાંથી ચોરીના ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા સાત માસથી ફરાર થયેલ આરોપીને મોરબી એલસીબી દ્વારા લતીપર ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ ચોરીના ગુનામાં આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુ હરીલાલ સારેસા( ઉંમર વર્ષ 33 રહે હીરાપર ટંકારા )વાળો ચોરીના ગુનામાં સંડોવાયેલ હોય છે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવેલ હોય બાદ હાઈ પાવર કમિટી દ્વારા કોવિડ 19 અંતર્ગત તારીખ 17/1/2022 ના રોજ છોડવામાં આવેલો જે આરોપીને તારીખ 20/3/2022 ના રોજ અમદાવાદ ખાતે મધ્યસ્થ જેલમાં પરત ફરવાનું હોય પરંતુ આરોપી રાજુ હાજર થયેલ નહીં અને રોજગારાના જામીન પરથી ફરાર થઈ ગયેલ હોય જે આરોપીના ટંકારા લતી પર ચોકડી ખાતે ઉભેલ હોવાની બાદમી મળતા તેને પકડી પાડવામાં આવ્યો છે ઉપરાંત કોવિડ 19 ના અંતર્ગત મેડિકલ તપાસણી કરાવી અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવા કાર્યવાહી હાથ ધરી છે.