ગુજરાત વિધાનસભા ની ચુંટણીમાં આવતા ની સાથે જ દિન પ્રતિદિન અલગ અલગ પક્ષો દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો સામે આવી રહ્યા છે. તેમજ ગઇકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો સમય પણ પૂર્ણ થઈ ગયો છે જેમાં ટંકારા બેઠક પર ગઇકાલે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
જેમાં મોરબી જિલ્લાની ટંકારા બેઠક પર ભાજપના ઉમેદવાર દુર્લભજી ભાઈ દેથરિયા ના ઉમેદવારો ફોર્મ માં ભૂલ હોવાનો આક્ષેપ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા દ્વારા કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે ફોર્મ માં એક પણ જગ્યા ખાલી મૂકવાની ન હોય અને ક્યાંય પણ ડેસ કે લીટી કરવાની ન હોય અને આ ભૂલ ભરેલું ફોર્મ રદ થવા પાત્ર છે જે બાબતે કોંગ્રેસ ઉમેદવાર લલીત કગથરા દ્વારા ચૂંટણી પંચ ને રજૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસ ઉમેદવાર ના આ આક્ષેપ મામલે રાજકોટ સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે ફોર્મ માં કોઈ ભૂલ છે નહિ અને ફોર્મ ભરવાની સાથે સોગંદ નામુ કરવામાં આવતું હોય છે જેમાં એક કોલમ માં નીલ અથવા લાગુ પડતું નથી એ કોલમ માં ફકત ડેસ (લીટી) કરી છે અને સોગંદનામુ અને ફોર્મ બન્ને વિષય અલગ છે અને સોગંદનામા માં સુધારો કરવા માટે ચુંટણીપંચ ની ગાઇડલાઈન અનુસાર આજે બપોર સુધીનો સમય આપેલ છે જેથી ટૂંક જ સમયમાં નવું સોગંદ નામુ રજૂ કરી દેવામાં આવશે.તેમજ કોંગ્રેસના આક્ષેપ મામલે વધુ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ ટંકારા બેઠક પર હાર ભાળી ગઈ છે જેથી આવા ખોટા આક્ષેપો કરીને હવાતિયાં મારી રહી છે.