Saturday, January 4, 2025
HomeGujaratટ્રક ચાલકે બેદરકારી દાખવી ટ્રક રિવર્સ લેતા પાછળ ઉભેલ એસ.ટી. બસ સાથે...

ટ્રક ચાલકે બેદરકારી દાખવી ટ્રક રિવર્સ લેતા પાછળ ઉભેલ એસ.ટી. બસ સાથે ધડાકાભેર અથડાયું

મોરબી સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ટ્રક ચાલકોની બેદરકારીના કારણે અકસ્માતોનાં બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જેને તેવામાં ગઈકાલે એક ટ્રક ચાલકે બેદરકારી દાખવી પાછળ જોયા વગર પોતાનું ટ્રક રિવર્સ લેતા ત્યાં ઉભેલ એસટી બસ સાથે ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે બસમાં ભારે નુકશાન થયું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે કચ્છથી મોરબી તરફ આવતા નેશનલ હાઇવે રોડ ઉપર, હરીપર ગામના રેલ્વે બ્રીજના કચ્છ તરફના છેડે જીજે-૧૮-ઝેડ-૮૦૮૬ નંબરની એસ.ટી. બસ ઉભી હતી. ત્યારે ત્યાં આગળ રહેલ જીજે 32 ટી 7387 નંબરના ટ્રકનાં ચાલકે બેદરકારી અને ગફલત ભરી રીતે પોતાનું ટ્રક રીવર્સ લેતા પાછળ ઉભેલ એસ.ટી. બસના આગળના મોરાના ભાગે ભટકાઈ હતી. જેના કારણે બસનાં તૂટી ગયા હતા તેમજ અન્ય મોટું નુકશાન થયું હતું. જેને લઇ ST ડ્રાઇવર મનુભાઇ શંકરભાઇ સોલંકીએ માળીયા મીં. પોલીસ મથકમાં આઇ.પી.સી. કલમ ૨૭૯, ૪૨૭ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ફરિયાદ દાખલ કરાવી છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!