Tuesday, April 23, 2024
HomeGujaratમોરબી માળીયા વિસ્તારના બોરિયાપાટીમાં સ્થાનિકોની મતદાન બહિષ્કારની ચીમકી:વર્ષોથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાનો...

મોરબી માળીયા વિસ્તારના બોરિયાપાટીમાં સ્થાનિકોની મતદાન બહિષ્કારની ચીમકી:વર્ષોથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષોએ મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરીને પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. જોકે મોરબી માળીયા વિસ્તારમાં અનેક જગ્યાએ પ્રાથમિક સુવિધાના અભાવને લઈ લોકો નો આક્રોશ પણ ચરમસીમાએ છે જેને લઇને મતદાન બહિષ્કારની પણ લોકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. ત્યારે મોરબી માળિયા વિધાનસભાના બોરિયા પાટી વિસ્તારમાં પણ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

- Advertisement -
- Advertisement -

વિઓ: મોરબી માળિયા વિધાનસભાના બોરિયાપાટી વિસ્તારમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામા આવી છે. બોરિયા પાટી વિસ્તારમાં ૫૦૦૦ જેટલા લોકોની વસ્તી છે જેમાંથી આશરે ૨૭૦૦ જેટલા મતાધિકાર ધરાવે છે જ્યાં સમસ્ત દલવાડી સમાજ દ્વારા મતદાન બહિષ્કારના બેનર મારીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ રસ્તા,ભૂગર્ભ ગટર,સ્ટ્રીટ લાઈટ,આરોગ્ય કેન્દ્ર અને પોસ્ટ ઓફિસ જેવી સુવિધાઓ ન મળવાથી સ્થાનિકોએ મતદાન બહિષ્કાર કરવાના બેનરો લગાવ્યા છે.

જ્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર મોરબી માળિયા વિધાનસભાનો બોરિયા પાટી વિસ્તારના લોકોએ પેટા ચૂંટણીમાં પણ પોતાના કામ ન થતાં વિરોધ કર્યો હતો તેમજ ત્યારે સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો તેમજ સ્થાનિક ભાજપ આગેવાનો એ દરેક કામો ને બે વર્ષમાં પૂર્ણ કરવાનો વાયદો કર્યો હતો જે બાદ કામ પૂરું થવાની વાત તો દૂર રહી પરંતુ આજદિન સુધી એક પણ કામ શરૂ કરવામાં આવ્યા નથી જેથી સ્થાનિકો રોષે ભરાયા છે અને આ ચુંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચારી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!