Sunday, January 12, 2025
HomeGujaratવાંકાનેર માર્કેટિંગ યાર્ડના માજી વાઇસ ચેરમેન સહિતના આગેવાનોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી...

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના માજી વાઇસ ચેરમેન સહિતના આગેવાનોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 નજીક આવી રહી છે. જેને લઈ રાજકીય પાર્ટીઓએ પોતાના પ્રચાર પ્રસાર માટે દિગ્ગજો નેતાઓને મેદાને ઉતાર્યા છે. તેવામાં આજે વાંકાનેરના વાંકાનેરમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. અશ્વિનભાઈ નવઘણભાઈ મેઘાણીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના માજી વાઇસ ચેરમેન તેમજ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત વેપારી પેનલમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયેલ અશ્વિનભાઈ નવઘણભાઈ મેઘાણી કે જેઓ રાજકોટ જિલ્લામાં અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના ઉપપ્રમુખ તરીકેની પણ જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને વાંકાનેર કુવાડવા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના માજી મહામંત્રી હિરેનભાઈ પારેખ સહિતના ભાજપના આગેવાનો સહિતનાં આગેવાનો આ પ્રસંગે હાજર રહ્યા હતા. તેમજ અશ્વિનભાઈ મેઘાણી સાથે છગનભાઈ દેવરાજભાઈ, હનાભાઈ ગાંડુભાઈ, ભીમાભાઇ વશરામભાઈ દાનાભાઈ ગીગાભાઈ અને રાજાભાઈ ધારાભાઈ સહિતના આગેવાનો વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!