ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. ચૂંટણી આવતાની સાથે જ પક્ષ પલટાની મોસમ આવી હોય તેવી સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ ઉભી થઇ છે. જેમાં ચૂંટણી સમયે જ ધાંગધ્રા-હળવદ બેઠક પર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે.
મળતી માહિતી અનુસાર, આજ રોજ ભાજપના ધાંગધ્રા-હળવદ વિધાનસભાના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના પ્રવાસ દરમિયાન નારીચાણાના પીઢ કોંગ્રેસી અને માજી જીલ્લા પંચાયતના સભ્ય સુખદેવભાઈ પટેલ, માજી સરપંચ હસુભાઈ, ચતુરભાઈ,અને રાવળીયાવદર ગામના માજી સરપંચ મોતીભાઈ કાળુભાઈ ઠાકોર, જયંતીભાઈ ઠાકોર, નાગજીભાઈ અને તેમના તમામ ટેકેદારો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને કેસરીયો ખેસ ધારણ કર્યો છે. તેમજ પ્રકાશભાઈ વરમોરાનો હાથ મજબૂત કરવાનો નિર્ધાર કર્યો છે.