મોરબી વિધાનસભા પેટા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે ત્યારે તંત્ર પણ સજ્જ થઈ ચુક્યું છે અને કોવિડ 19 અંતર્ગત ની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે.
મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણીનું આવતીકાલે મતદાન છે ત્યારે કોરોના મહામારી વચ્ચે ચૂંટણી પંચે જાહેર કરેલી ગાઈડલાઈન અનુસાર મતદાન કરવાનું હોય છે જેના અનુસંધાને મોરબીમાં તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે જેમાં જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ મતદાન મથકો પર સેનેટાઝિંગ કરવા સહિતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે તો બીજી બાજુ મતગણતરી મથક અને ઈવીએમ ના સ્થળ આઈટીઆઈ ખાતે પણ સેનેટાઈસર અને માસ્ક સોશ્યલ ડિસ્ટસન્સ સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું જીલ્લા કલેકટર જે બી પટેલે સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે.
મોરબી એસપી એસ આર ઓડેદરાએ પણ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાયએ માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં મોરબીના મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત તેમજ મતગણતરી મથકો સહિતની જીલ્લામાંથી આવતા જતા વાહનો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે જેમાં મોરબી એલસીબી એસઓજી સહિતની તમામ ટિમો ચૂંટણીપંચ દ્વારા જાહેર કરેલી ગાઈડલાઈન અનુસાર પોલીસ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.