રાજકોટનાં રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ આગામી દિવસોમાં આવનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી શાંતીપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાન્ચે જોગ ગુરૂદેવ હોટલની પાછળના ભાગે આવેલ દુકાનમાંથી વિદેશી દારૂની રૂ.૭૨,૦૦૦/-ની કિંમતની ૧૨૦ બોટલો સાથે બે આરોપીને પકડી પાડ્યા છે. જયારે એક ફરાર આરોપીની શોધખોળ આદરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, એલ.સી.બી. પીઆઇ કે.જે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પી.એસ.આઇ. એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જયવંતસિંહ ગોહીલ, તથા કોન્સ્ટેબલ નંદલાલ વરમોરા, વિક્રમભાઇ ફુગસીયાને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી-૦૨ ગુરૂકૃપા હોટલની સામેના ભાગે આવેલ સર્વીસ રોડ, ઉપર આવેલ જોગ ગુરૂદેવ હોટલની પાછળના ભાગે આવેલ દુકાનમાં સુરેશભાઇ ભુપતભાઇ રાઠોડ, અર્જુનસિંહ દીલુભા ઝાલા તથા કાનભા મનુભા પરમાર નામના આરોપીઓએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો અન્ય રાજ્યમાંથી આયાત કરી તેનો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે. જે ચોકકસ હકિકતના આધારે પોલીસે રેઇડ કરતા સુરેશભાઇ ભુપતભાઇ રાઠોડ અને અર્જુનસિંહ દીલુભા ઝાલા નામના ઈસમ મળી આવતા તેમના વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે કાનભા મનુભા પરમાર નામનો ઈસમ મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.