Thursday, September 19, 2024
HomeGujaratહળવદ તાલુકાના રણમલપુર ગામે ભાજપ નું બુલડોઝર ફરી વળ્યું કોંગ્રેસનો સફાયો: આખુ...

હળવદ તાલુકાના રણમલપુર ગામે ભાજપ નું બુલડોઝર ફરી વળ્યું કોંગ્રેસનો સફાયો: આખુ ગામ કેસરીયા રંગે રંગાયુ

“લોકોનું હિત એ જ પ્રકાશભાઈ ની જીત” ના સૂત્રને જ્યારે પ્રકાશભાઈ વરમોરા સાર્થક કરવાના છે ત્યારે રણમલપુ આખું ગામ કેસરીયા રંગે રંગાયુ

- Advertisement -
- Advertisement -

હળવદ ધાંગધ્રા ૬૪ વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં ઠેકાણે અલગ અલગ કાર્યક્રમ યોજયા છે. ત્યારે હળવદ તાલુકાના રણમલપુર એક અનોખા અંદાજમાં કાયૅકમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીજે ના તાલે વાજતે ગાજતે ગામના લોકો દ્વારા પ્રકાશભાઈ વરમોરાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના વિકાસ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડવા કોંગ્રેસના રણમલપુર ગામના આગેવાનો સહિત કુલ મળીને 300 થી વધુ લોકોએ કોંગ્રેસનો હાથ છોડીને કેસરિયા કર્યા હતો.રણમલપુર આખું ગામ કેસરિયા રંગે રંગાયું તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.

હળવદ તાલુકાના રણમલપુર ગામે હળવદ ધ્રાંગધ્રા ૬૪ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા (સેવક)ના સમર્થનમાં ગામના લોકો તેમજ મતદારો સહિતનાઓ દ્વારા તેઓનું ફૂલડે વધાવીને, ઘોડે બેસાડીને અને વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ ગામમાં વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા અનેક આગેવાનોએ કોંગ્રેસનો હાથ છોડીને આજે પ્રકાશભાઈ વરમોરા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, સિરામિક ઉધોગપતિ ગોવિંદભાઈ વરમોરા. પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, સહિતના આગેવાનોના હસ્તે કેસરિયા ખેસ ધારણ કર્યા હતા અને રણમલપુર ગામના કોંગ્રેસી આગેવાન સહિત 300 થી વધું લોકો કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો.

હાલમાં જે કોંગી આગેવાનોએ કોંગ્રેસ છોડીનો કેસરીયો ખેસ ધારણ કરેલ છે પોપટભાઈ મહાદેવભાઇ રણમલપુર પટેલ સમાજના અગ્રણી. પુનાભાઈ રાઠોડ (રણમલપુર ગ્રામ પંચાયતના સરપંચ), જયંતીભાઈ પારેજીયા (હળવદ તાલુકા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ), ત્રિશાલ પારેજીયા (યુથ કોંગ્રેસ અગ્રણી), યાજ્ઞિક ગોપાણી (કોંગ્રેસ મીડિયા સેલ પ્રમુખ), હસમુખ થળોદા (તાલુકા પંચાયત સદસ્ય ), ભીખાલાલ સંઘાણી (હળવદ કોંગ્રેસ અગ્રણી), મિલન કાવર (યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ), હરેશ ગોઠી (એનએસયુઆઇના પ્રમુખ હળવદ), નિલેશભાઈ (સરપંચ જસ્મતપુર), જાંજળભાઈ રબારી અને જીતેન્દ્રભાઇ ઈશ્વરભાઇ વરમોરા, વજુભાઈ પોપટભાઈ વામજા હસમુખભાઈ હરજીભાઈ જીતેન્દ્રભાઈ ઇશ્વરભાઇ વરમોરા તેમજ સમગ્ર રણમલપુર ગ્રામ પંચાયત બોડી નાગજીભાઈ ધીરજભાઈ મનસુખભાઈ પોપટભાઈ મહાદેવભાઇ પટેલ સમાજના અગ્રણી રમલપુર સહિતના આગેવાનો તેમજ 300 જેટલા કોંગી કાર્યકરોનો સમાવેશ થયા છે અને આખુ ગામ ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ના સમથૅનમ કેસરિયા રંગે રંગાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!