મોરબી માળીયા બેઠક ના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને ઠેર ઠેર થઇ સમર્થન મળી રહ્યું છે ત્યારે ભાજપ ઉમેદવાર ના સમર્થનમાં જેતપર ગામની મહિલાઓ દ્વારા સભા યોજી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષો અને ઉમેદવારો પોતાની રીતે કામે લાગી ગયા છે અને દિવસ રાત એક કરી રહ્યા છે જ્યારે અલગ અલગ પક્ષો કે ઉમેદવારો ના સમર્થકો પણ પોતાના ગમતા ઉમેદવાર ને વિજયી બનાવવા એટલા જ જોશથી કામ.કરી રહ્યા છે જેમાં મહિલા સમર્થકો પણ બાકાત નથી મોરબી તાલુકાના જેતપર ગામે મહિલાઓએ સભા યોજી ને કાંતિલાલ અમૃતિયા ને વિજયી બનાવવા દ્રઢ સંકલ્પ.કર્યો છે અને આ સભા દરમિયાન મહિલાઓએ કાન ગોપી નો રાસ પણ રજૂ ર્ક્યો હતો.