મોરબીમાં ટ્રેકટર ચાલકો બેફામ બન્યા છે. અને રોજબરોજ ટ્રેકટર ચાલકો બેફામ રીતે ટ્રેકટર ચલાવી અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે ગત તા.૧૮/૧૧/૨૦૨૨ ના રોજ પણ એક ટ્રેકટર ચાલકે રીક્ષાને હડફેટે લેતા રિક્ષામાં સવાર ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અમરસિહ ધનજીભાઇ ભુરીયા નામનો ૨૦ વર્ષીય યુવક તેની પત્ની અને બાળકને લઈ રિક્ષામાં કોયબા રોડ પર અમારા રહેઠાણ વસુધરા વેર હાઉસ નજીક રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ત્યાંથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ GJ-13-EE-1003 નંબરનાં ટ્રેકટરનાં ચાલકે રીક્ષાને હડફેટે લેતા તેમાં સવાર ફરીયાદી, તેની પત્ની અને ફરિયાદીના પત્નિના ખોળામા રાખેલ દિકરાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જ્યારે ટ્રેકટર ચાલક વિરૂધ્ધ આઇ.પી.સી કલમ-૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪ મુજબ હળવદ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.