Saturday, April 27, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અકાળે મોતના ચાર બનાવો નોંધાયા

મોરબી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અકાળે મોતના ચાર બનાવો નોંધાયા

મોરબી જિલ્લામાં અકાળે મોતનાં બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. તેવામાં ગઈકાલે એક જ દિવસમાં મોરબીનાં વિવિધ પોલીસ મથકોમાં અપમૃત્યુ ના ચાર બનાવો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં રવાપર રોડ પાર આવેલ વેલકમમાં જી બ્લોકમાં બીજા માળે રહેતા હેમુસિંહ રઘુવિરસિંહ મરકામ ગત તા.૨૩/૧૧/૨૦૨૨ ના રોજ રાત્રીના નવા બનતા ફલેટમાં બીજા માળે સુતેલ હોય જે દરમિયાન ઉંઘમાં બીજા માળેથી અકસ્માતે નીચે પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા અને સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

જયારે બીજા બનાવમાં હળવદમાં ખારી વાડી સીમમાં રહેતા વિજયભાઇ વાઘજીભાઇ તડવી નામના ૩૨ વર્ષીય યુવકે ગઈકાલે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેમને તાત્કાલિક હળવદ સરકારી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ત્રીજા બનાવની વિગત મુજબ મોરબીનાં લાલપર ગમે આવેલ કમાન્ડર સીરામીક મજુર ઓરડીમા રહેતા રવિત નંદલાલ સુર્યભાણ નામનો કિશોર લાલપરના કમાન્ડર સીરામીકમા માટીના ઢગલા નીચે અકસ્માતે દટાઇ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો/ જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતનો ગુનો નોંધાવ્યો હતો.

જયારે ચોથા બનાવમાં હિલસેરા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમા રહેતા અભિષેકભાઇ દિનેશચંદ ગુર્જર નામનો યુવક ગત તા-૨૧/૧૧/૨૦૨૨ ના બપોર આશરે બે વાગ્યાની આસપાસ હિલસેરા સીરામીક કારખાનાની પાછળથી નીકળતી નર્મદા પાણીની કેનાલના પાણીમાં ન્હાવા પડ્યો હતો. તે દરમિયાન પાણીમાં તણાય જતા ગુમ થયેલ હોય જે બાદ તા.૨૩/૧૧/૨૦૨૨ ના રોજ તેની લાશ બપોરના ૧૨/૨૦ વાગ્યાના અરસામાં નર્મદા કેનાલના પાણીમાંથી મળી આવતા તેને પ્રથમ મોરબી સરકારી હોસ્પીટલ બાદ રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો. અને સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતનો ગુનો નોંધાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!