હળવદ પંથકમાં ખનીજ માફિયાઓ ખૂબ જ સક્રિય રહે છે મંજૂરી વગર આડેધડ ખોદકામ કરી ને જેના કારણે નદીના વહેણ બદલી રહયા છે ભવિષ્ય માટે મોટો ખતરો ઉભો કરવાનું કામ કરી રહ્યા છે ત્યારે હળવદના ચાડધ્રા ગામે ખનીજ વિભાગ દ્વારા ડ્રોન નો ઉપયોગ કરી સાત કરોડ કરતા વધુ ની રેતી ચોરી ઝડપી પાડી છે.
જેમાં હળવદના ચાડધ્રા ગામના વ્યક્તિ ની ફરિયાદ ને આધારે ખાણ ખનીજ વિભાગ નવા અધિકારો એ ડ્રોન વડે સર્વે કર્યો હતો જે દરમિયાન રેતી ચોરી ચાલુ હતી તેનો વિડિઓ પણ બનાવાયો હતો ત્યારે બાદ રેતી ચોરીના સ્થળ પર દરોડા પાડી ને બિન અધિકૃત રીતે ખનીજ ચોરી કરતા ત્રણ નાવડી,એક લોડર મશીન નં. Gj 36 s 2941,એક ટાટા એક્સવેટર મશીન નં. Gj10 am 8310 ,ચાર ટ્રેકટર નમ્બર વગરના ,એક ડમ્પર નમ્બર વગરનું અને ત્રણ અન્ય એકઝવેટર મશીનો ખનીજ ખનન કરતા હતા જે તમામ ગેરકાયદેસર ખનન કરતા હોય અને ડ્રોન ને જોઈને શક પડતા મશીનો લઈને નાસી છૂટ્યા હતા અને નાવડીઓ ડુબાડી દીધી હતી જે દરમિયાન એક મશીન gj 10 am 8310 ને ઝડપી પાડ્યું હતું ખનીજ વિભાગના અધિકારીઓએ તપાસ કરતા બ્રહ્મણી નદીમાં થી કુલ ૨૧૧૪૮૨.૧૨ ટન સાદી રેતી જેની કુલ કી. રૂ.૭,૧૫,૬૫,૫૪૭(સાત કરોડ પંદર લાખ પાસઠ હજાર પાંચસો સુડતાલીસ)નું ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું.
જે બાબતે માઇન્સ સુપરવાઈઝર જી.કે.ચંદરણા એ લોડર મશીન GJ 36 S 2941નો ચાલક અને ટાટા એકઝવેટર મશીન GJ 10 AM 8310 ના ચાલક અને અન્ય વાહનના ચાલકો અને માલીકો તથા નામ ખુલતા તમામ શખ્સો સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.