Thursday, April 25, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં લાયસન્સ વગરની સિક્યુરીટી એજન્સી ચલાવતા બે સંચાલકોને ઝડપી પાડતી એસઓજી

મોરબી જીલ્લામાં લાયસન્સ વગરની સિક્યુરીટી એજન્સી ચલાવતા બે સંચાલકોને ઝડપી પાડતી એસઓજી

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા અનુસંધાને મોરબી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.પી. પંડ્યાને સુચના કરેલ જે અન્વયે મોરબી જિલ્લામાં અનઅધિકૃત સીક્યુરીટી ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા એસ.ઓ.જી. સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન નીચે મુજબના અલગ અલગ બે સંચાલક વિરૂધ્ધ અલગ અલગ બે ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે,

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલ જી.કે.હોટલના ગેઇટના આગળના ભાગે ભવાની ચોક, પોલીસ લાઇન પાછળ, તરીયા ચોકમાં રહેતા ઇમરાન ઉર્ફે ખાન ઉસમાનભાઇ સોલંકી સીક્યુરીટી તથા લેબર કામનો પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવવા અંગે લાયસન્સ ન હોવા છતા જી.કે.હોટલમાં પ્રાઇવેટ સિકયુટીરી ગાર્ડ પુરા પાડતા સંચાલક વિરૂધ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે, જયારે અન્ય બનાવમાં મોરબી તાલુકાના ટીંબડી પાટીયા ગામે પીપળી રોડ નજીક આવેલ “એફિલ વીટ્રીફાઇડ પ્રા.લી. ” કારખાનામાં સંજયકુમારસિંગ અવધેશકુમાર સિંહ નામનો શખ્સ પ્રાઇવેટ સિક્રયુરીટી અંગેનુ લાયસન્સ ન હોવા છતા સદર કારખાનામાં પ્રાઇવેટ સિકયુટીરી ગાર્ડ પુરા પાડતા સંચાલક વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધોરણસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!