ગુજરાતમાં યુવાનોને નશાનાં રવાડે ચઠાવવા માટેનો કારોબાર કરતા લોકો પોલીસના દબાણ વચ્ચે સતત નશાના પદાર્થો લાવીને મોરબીમાં વેચાણ કરતા હોય છે. ત્યારે આવા લોકો ઉપર મોરબી પોલીસે તવાઈ બોલાવી છે. મોરબી જિલ્લામાં અન્ય રાજયોમાંથી ચોરી છુપીથી નાર્કોટીક્સ ડ્રગ્સ લાવી મોરબીમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતી કરતા ઈસમો ઉપર વોચ રાખી નાર્કોટીકસની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર સકંજો કસી આ નેટવર્કને પર્દાફાશ કરી રહી છે. ત્યારે મોરબી એસ.ઓ.જી પોલીસે ગઈકાલે ૬ કિલો ગાંજો સાથે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે.
મળતી માહિતી અનુસાર,મોરબી એસ.ઓ.જીની ટીમે અજંતા એપાર્ટમેન્ટમાં બાતમીનાં આધારે નાર્કોટિક્સનુ રેકટ ચલાવત્તા ઈસમો ગાંજાનો જથ્થો મંગાવી સંતાડી રાખી ચોરી છુપીથી વેચાણ કરવાની પ્રવૃતિ કરનાર આરોપી વિનોદરાય મનોજરાય યાદવ અને વિવેક વશિષ્ટ નારાયણ મીશ્રાના ઘરે દરોડા પાડતા ૬,કિલો ૧૨૧ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. તેમજ સાથી આરોપી અમીત શ્રીશીશુ તીવારીને પણ પોલીસે દબોચી લીધો છે. અને કુલ રૂ.૭૬,૭૧૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરી માં મોરબી એસ ઓ જી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઇ એમ.એસ.અંસારી તથા એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, રસીકભાઈ કડીવાર, સબળસિંહ સોલંકી, જુવાનસિંહ રાણા તથા શેખાભાઇ
મોરી ,મુકેશભાઇ જોગરાજિયા, આશીફભાઇ રાઉમા,ભાવેશભાઇ મીયાત્રા, કમલેશભાઇ ખાંભલીયા,અંકુરભાઇ લાલજીભાઇ ચાચુ અને અશ્વિનભાઇ લોખીલ સહિતના જોડાયા હતા.