Wednesday, January 15, 2025
HomeGujaratEVM મશીન બાબતે સોશ્યલ મીડીયામાં ફરતા ખોટા પત્રથી સાવધાન રહેવા મોરબી જિલ્લા...

EVM મશીન બાબતે સોશ્યલ મીડીયામાં ફરતા ખોટા પત્રથી સાવધાન રહેવા મોરબી જિલ્લા પોલીસની અપીલ

EVM મશીન બાબતે સોશ્યલ મીડીયામાં ફરતા ખોટા પત્રને લઈ લોકોમાં જાગૃતતા લાવવા મોરબી જિલ્લા પોલીસ દ્વારા અનેક સૂચનાઓ આપવામાં આવી છે. અને જણવ્યું છે કે, હાલમાં સોશ્યલ મીડીયામાં ફેક પત્રો ફરી રહેલ છે જેમાં EVM મશીન બાબતે ખોટી સુચનાઓ દર્શાવવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ દ્વારા બહાર પડેલ સૂચનાવલીમાં જણાવવામાં આવ્યું છે કે, EVM મશીન રાખવામાં આવેલ મતદાન મથકોથી ૨૦૦ મીટર વિસ્તાર સુધી ઇન્ટરનેટ સુવિધા સંપૂર્ણપણે બંધ કરવી. EVM Vote Boxes જમાં કરાવવાના છે ત્યાંથી ૫૦૦ મીટર વિસ્તાર સુધી ઇન્ટરનેટ સુવિધા ફરજીયાત પણે બંધ કરવી. પરીણામના દિવસે મતગણતરીના સ્થળથી ૨૫૦ મીટર વિસ્તાર સુધી ઇન્ટરનેટ સુવિધા ફરજીયાતપણે બંધ કરવી. પરીણામના દિવસે મતગણતરીના સ્થળથી ૧૦૦ મીટરના વિસ્તાર સુધી Jio અને VI Telecom Services ની સેવાઓ બંધ કરવી એવા મેસેલ સોશ્યલ મીડીયામાં વાઇરલ થયા છે. જેને લઇ Election Commission Of India ના નામથી ફરતા બનાવટી પત્ર ખોટો હોય કોઇ વ્યકિતએ ધ્યાને લેવા નહિ. તેમ જણાવવામાં આવ્યું હતું. તેમજ EVM મશીન એ Standalone મશીન છે. તેમાં ઇન્ટરનેટથી કોઇપણ પ્રકારની કનેકટીવીટી થઇ શકતી નથી. આવા ખોટા પત્રો કોઇપણ વ્યકિત દ્રારા સોશ્યલ મીડીયાના કોઇપણ પ્લેટફોર્મમાં અપલોડ કે શેર કરશે તેઓના વિરૂધ્ધ સખતમાં સખત કાયદાકીય પગલા લેવામાં આવશે. જેની તમામ જનતાએ નોંધ લેવી. તેમ મોરબી જિલ્લા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!