મોરબી જિલ્લામાં આપઘાત અને અકસ્માતોનાં બનાવો વધી રહ્યા છે. તેવામાં અકાળે મોતનાં ગઈકાલનાં દિવસમાં વધુ બે બનાવો નોંધાયા હતા. જેને લઈ મોરબી સીટી બી ડિવીઝન અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીની રામદેવનગર સોસાયટીમાં ઓરડીમાં રહેતા મંજુબેન ભરતભાઇ સોલંકીનું ગત તા. ૦૧/૧૨/૨૦૨૨ ના રોજ તેને તેના પતિ સાથે બોલાચાલી થતા મહિલાને મનમા લાગી આવતા રાત્રીના સમયે પોતાની રીતે કોઇ ઝેરી દવા પી જતા તેને ગઈકાલે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતનો ગુનો નોંધાયો છે.
જયારે બીજા બનાવમાં મૂળ કચ્છના રાપરના રહેવાસી વેલાભાઇ બાબુભાઇ સોઢા નામના યુવક સનરાજ કારખાના પાસે ટ્રક નંબર જી.જે-૧૨-બીટી-૫૭૦૨મા માટી ભરી સનરાઇઝ કારખાના ઢુવા ખાતે ખાલી કરવા આવેલ હોય ત્યારે ગત તા.૨૯/૧૧/૨૦૨૨ ના રાત્રીના ટ્રક ઉપર તાડપત્રી છોડવા ગાડી ઉપર ચડેલ હોય ત્યારે અકસ્માતે નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા સરકારી હોસ્પિટલ મોરબી ખાતે લાવતા ફરજ પર હાજર ડો. એન.એન.રૂપાલાએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.