હળવદના મંગળપુર ગામે તા.૧૩/૦૩/૨૦૧૮ ના રોજ રાત્રીના સમયે અસ્થિર મગજના લક્ષમણભાઈ પર લોખન્ડના પાઇપ ધોકા વડે ચાર આરોપીએ હુમલો કરી મોત નિપજાવ્યું હતું.જે બાબતે હળવદ પોલીસ મથકમાં ચાર આરોપીઓ ભરતભાઇ ઉર્ફે ભરતબાપુ રાયસિંગભાઈ નગવાડીયા(ઉ.વ.૩૯ ધંધો સેવાપૂજા),હરખાભાઈ હિંદુભાઈ ગોલતર,(ઉ.વ.૨૮ ધંધો પશુપાલન) ,મહેશભાઈ સવશીભાઈ આલ(ઉ.વ.૩૫ ધંધો પશુપાલન) અને મનુભાઈ સવશીભાઈ આલ (ઉ.વ.૨૯ રહે.૧,૩,૪ મંગલપુર નં.૨ બુટવડા સીમ વિસ્તાર તા.હળવદ જી.મોરબી) વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં આઇપીસી ૩૦૨,૧૧૪, અને જીપીએક્ટ ૧૩૫ મુજબ ૨૭/૨૦૧૮ નમ્બર થી એફઆઇઆર નોંધાઇ હતી અને ધરપકડ કરવામાં આવી હતી જેની ચાર્જશીટ તા.૨૭/૦૩/૨૦૧૯ ના રોજ હળવદ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
ઉપરોક્ત કેસ ગત તા.૩૦/૧૧/૨૦૨૨ ના રોજ મોરબી કોર્ટના સેસન્સ જજ પીનાકીન ચંદ્રકાન્ત જોશી સાહેબ ની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા ૨૪ મૌખિક પુરાવા અને ૨૭ દસ્તાવેજી પુરાવાને ધ્યાન માં રાખીને તમામ ચાર આરોપીઓ ભરતભાઇ ઉર્ફે ભરતબાપુ રાયસિંગભાઈ નગવાડીયા(ઉ.વ.૩૯ ધંધો સેવાપૂજા),હરખાભાઈ હિંદુભાઈ ગોલતર,(ઉ.વ.૨૮ ધંધો પશુપાલન) ,મહેશભાઈ સવશીભાઈ આલ(ઉ.વ.૩૫ ધંધો પશુપાલન) અને મનુભાઈ સવશીભાઈ આલ (ઉ.વ.૨૯ રહે.૧,૩,૪ મંગલપુર નં.૨ બુટવડા સીમ વિસ્તાર તા.હળવદ જી.મોરબી) ને નિર્દોષ છોડી મુકવા હુકમ કરવામાં આવ્યો હતો તેમજ આરોપીઓને ૧૦,૦૦૦ ના નવા સધ્ધર જમીન અને એટલી જ રકમનો જાત મુચરકો ત્રણ દિવસમાં કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું હતુ જે છ માસ સુધી માન્ય રહેશે અને આરોપીઓ સામે ઉપલી કોર્ટમાં અપીલ થાય તો તમામને હાજર થાવનું રહેશે અને હાજર ન થાય તો કાર્યવાહી કરવામાં આવશે તેમજ અપીલ નો સમય ગાળો પૂર્ણ થયે આ ગુના માં કબ્જે થયેલ મુદામાલ નો નાશ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કેસમાં નિર્દોષ છુટકારો મેળવેલ આરોપી ભરતભાઈ ઉર્ફે ભરતબાપુ તરફથી વિદ્વાન ધારાશાસ્ત્રી એચ.એન.મહેતા રોકાયેલ હતા.