Tuesday, May 7, 2024
HomeGujaratપત્તાપ્રેમીઓનાં રંગમાં પડ્યો ભંગ : છ જુગારીઓને જુગાર રમતા પકડી પાડતી મોરબી...

પત્તાપ્રેમીઓનાં રંગમાં પડ્યો ભંગ : છ જુગારીઓને જુગાર રમતા પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

મોરબીમાં કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકી જાહેરમાં જુગાર રમતા શખ્સો ઉપર પોલીસ તંત્ર દિવસેને દિવસે તવાઇ બોલાવી પત્તા પ્રેમીઓને ઝડપી રહી છે. ત્યારે મોરબીનાં લીલાપર રોડ કાળી પાટના નાલા પાસે રેઇડ કરી મોરબી તાલુકા પોલીસે છ શખ્સોને જાહેરમાં જુગાર રમતા પકડી લીધા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના બાદ પોલીસ દ્વારા ઠેર-ઠેર રેડ કરવામાં આવી રહી છે. જેને લઇ ગઇકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, લીલાપર રોડ કાળી પાટના નાલા પાસે આવેલ ખુલ્લા મેદાનમાં અમુક લોકો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે રેઈડ કરતા સ્થળ પરથી જુગાર રમતા દિનેશભાઇ લક્ષ્મણભાઇ ઉચાણા, હરેશભાઇ કાનજીભાઇ ફુલતરીયા, નાગજીભાઇ ગોકળભાઇ દેગામા, અશ્વિનભાઇ કરશનભાઇ નાગપરા, સુનિલભાઇ મગનભાઇ દેગામા અને રજનીભાઇ મહાદેવભાઇ દેત્રોજા નામના શખ્સો મળી આવ્યા હતા. જેમની પાસેથી પોલીસે કુલ રોકડ રૂ. ૭૦૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!