મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આજે સવારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૃ થયું છે. અને અમુક મતદાન મથકો ઉપર મતદારોનું પ્રમાણ વધુ જોવા મળે છે. જ્યારે અમુક મતદાન મથકો ઉપર મતદારોની પાંખી હાજરી જોવા મળી છે. ત્યારે આજે બપોરના 3 વાગ્યા સુધીમાં મોરબી માળીયા બેઠકની પેટા ચૂંટણીમાં 40.38 ટકા જેટલું મતદાન નોંધાયું છે. મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મંગળવારે સવારે 7 વાગ્યાથી મતદાનનો ધીમી ગતિએ પ્રારંભ થયા બાદ શરૂઆતના આઠ કલાકમાં એટલે કે સવારના 7 થી બપોરના 3 વાગ્યા સુધીમાં 40.38 ટકા જેટલું મતદાન થયું છે.ઉલ્લેખનીય છે કે 65 મોરબી-માળિયા વિધાનસભા ક્ષેત્રમાં 141857 પુરુષ મતદારો અને 129609 મહિલા મતદારો નોંધાયા છે. આમ કુલ મળીને 2,71,467 મતદારો આ મતક્ષેત્રમાં નોંધાયેલા છે.