મોરબી જિલ્લામાં હાલ ચાલી રહેલ વિધાનસભાની ચૂંટણીમાં આજે મતગણતરી હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પોલીસ બેડામાં પ્રોહિબિસનનાં ગુનાને ડામવા જરૂરી સૂચનો કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દેશી દારૂનો ધંધો કરતી મહિલા બુટલેગરને ઝડપી પડી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, ઇન્દીરાનગર મોરબીમાં રહેતા ભાવનાબેન ઉર્ફે ભાવલી રાજેશભાઇ સાતોલા નામની મહિલા આરોપી પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂનું વેચાણ કરે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા રહેણાંક મકાનમાં પ્લાસ્ટિકના બાચકામાં ૨૦૦ મીલીની ૧૦૦ કોથળીઓ, કેફી પીણુ પ્રવાહી આશરે ૨૦ લીટર તથા પ્લાસ્ટીકના કેરબામાં દેશી દારૂ બનાવવાનો ૩૦૦ લીટર ઠંઠો આથો મળી કુલ રૂ.૧૦૦૦/-નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે. જયારે મહિલા આરોપી સ્થળ પરથી મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.