Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાં જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા બે ઈસમો ઝડપાયા

મોરબીમાં જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા બે ઈસમો ઝડપાયા

મોરબીમાં વિધાનસભાની મતગણતરીને લઈ પોલીસ તંત્ર એલર્ટ થયું છે અને ઠેર-ઠેર રેઇડ કરી જુગારની બદીને ડામવા કાર્યશીલ થયું છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટીમે મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીકથી વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક રોડ સાઇડમાં જાહેરમાં અમુક લોકો વર્લીફીચરનો જુગાર રમી અને રમાડી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા સ્થળ પરથી અશોકભાઇ મશરૂભાઇ ઓળકીયા નામનો શખ્સ વિક્રમભાઇ આલાભાઇ ચાવડા નામના શખ્સ પાસેથી વર્લી ફીચરના આંકડાઓ લખી જુગાર રમી રમાડી અશોકભાઇ મશરૂભાઇ ઓળકી રોકડા રૂપિયા ૭૦૦/- તથા વિક્રમભાઇ આલાભાઇ ચાવડા રોકડા રૂપિયા.૩૨૦/- સાથે ઝડપાયા છે. તેમજ પોલીસે રલી ફિચરનાં આંકડા લખેલ એક ચિઠ્ઠિ સહિતનું સાહિત્ય પણ કબ્જે કર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!