મોરબીમાં અકસ્માત અને આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલના દિવસમાં જ અકાળે મોતના ત્રણ બનાવો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના ભમરીયા ગામે રહેતો કેવારામ સવસીરામ ઠાકોર, બનાસકાંઠાના વરણ ગમે રહેતો અલ્પેશભાઇ શ્રવણભાઇ કડલીયા અને રાજસ્થાનના ભમરીયા ગામે રહેતો મહેન્દ્રભાઇ વાલારામ ડાભી એમ ત્રણેય યુવકો હળવદના રણજીતગઢ ગામની સીમમા એસી એગ્રો ટેકનોલોજી (રોટોવિટર બનાવવાનુ કારખાનુ ) પાછળ આવેલ નર્મદા કેનાલમા ન્હાવા માટે ગયા હતા. જ્યાં કોઈ કારણસર ત્રણેય યુવકો ર્મદા કેનાલના પાણીમા ડુબી જતા ત્રણેયના મોત નિપજ્યા હતા. જે સમગ્ર મામલે હળવદ પોલીસ મથકમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
બીજી બાજુ, હળવદના સાપકડા (જુના) ગમે રહેતા અને ખેતી કામ કરતા વાલીબેન કાનજીભાઇ મકવાણાએ કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. જયારે અન્ય બનાવમાં મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ નાઇસ સીરામીક કારખાનાના લેબર કવાટર્સમાં રહેતી જ્ઞાનાબાઇ ઉર્ફે જસ્માબાઇ અબારામભાઇ ખદેડા નામની મહિલાને કોઈ બીમારી હતી. જેનું નાઇસ સીરામીક કારખાનાના લેબર કવાટર્સમાં બીમારીના કારણે મોટ નીએજયુ હતું. જેઓનો લગ્ન ગાળો દશથી બાર વર્ષનો હોઇ જેઓની ડેડ બોડી તેમના પતિ શીવરામભાઇ મોરબી સરકારી હોસ્પિટલ લાવતા ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકાળે મોતની નોંધ કરાવી હતી.