ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પૂર્ણ થતા જ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટી.એમ.સી.ના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલે તથા દક્ષ પટેલ નામની ટ્વીટરઆઈડી ધરાવતા વ્યક્તિ વિરુદ્ધ મોરબી પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી ડી.એન.ઝાલા ની ફરિયાદ ને આધારે ગત તા.૦૮ ની રાત્રે ગુનો દાખલ કરાયો હતો અને મોરબી પોલીસે અમદાવાદ પોલીસ પાસેથી આરોપી સાકેત નો કબજો મેળવી ધરપકડ કરી હતી બાદમાં ગઇકાલે સાંજે કોર્ટ માં રજુ કરાયો હતો જો કે તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલે નો જામીન ઉપર છુટકારો થયો છે.
મળતી માહિતી અનુસાર, આરોપીઓએ પીએમ મોદીની મોરબી મુલાકાત બાબતે ૩૦ કરોડનો ખર્ચ થયો હોવાની માહિતી જાહેર કરતી પોસ્ટ કરી હતી અને પોતાના સોશિયલ મોડિયમાં આ પોસ્ટ કરીને આરટીઆઈ દ્વારા માહિતી મેળવ્યા હોવાનું જણાવ્યું હતું જ્યારે આ બાબતે પીઆઈબી નામની સંસ્થા દ્વારા ખરાઈ કરવામાં આવતા આવી કોઈ આરટીઆઈ કરવામાં નથી આવી અને આ ખર્ચની માહિતી સદંતર ખોટી હોવાનું સામે આવ્યું હતું.જ્યારે આ મામલે ગુજરાત પોલીસે ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેની જયપુરથી ધરપકડ કરી હતી. ત્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોકપ્રતિનિધિત્વ એકટની 1951 અને 125 મુજબ ગુન્હો નોંધાયા બાદ આજે સાકેત ગોખલેને મોરબી કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેનો જામીન ઉપર છુટકારો થયો છે. સાકેત ગોખલેને નામદાર મોરબી કોર્ટે રૂ.15 હજારના જામીન ઉપર છોડવા હુકમ કર્યો છે. જયારે હજુ બીજો દક્ષ પટેલ નામનો આરોપી પોલીસ પકડથી દુર છે.