મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચનાઓ બાદ પોલીસ તંત્ર એલર્ટ થયું છે અને ઠેર-ઠેર રેઇડ કરી જુગારની બદીને ડામવા કાર્યશીલ થયું છે. ત્યારે ગઈકાલે માળીયા મી.પોલીસની ટીમે દુર માળીયા મેઇન બજારમા રેઈડ કરી જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા એક ઈસમ ઝડપાયો છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી.પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, માળીયા મી મેઇન બજારમા વર્લીફીચરનો એક ઈસમો જુગાર રમી-રમાડી રહ્યા છે. જે હકીકતના આધારે તેઓએ રેઇડ સ્થળ પર રેઇડ કરતા માળીયા મી.માં માતમ ચોક પાસે ખોડવાસમાં રહેતો ઇકબાલહસણભાઇ ખોડ નામનો ઈસમ વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતો શખ્સ મળી આવતા તેની અટકાયત કરી વરલી ફીચરના સાહિત્ય સાહિત્ય સહીત રોકડા રૂપીયા-૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.